૨ શમુએલ 2:18 - પવિત્ર બાઇબલ C.L.18 સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ, અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો. Faic an caibideil |
ત્રીસ શૂરવીરોના જૂથના અન્ય સભ્યોમાં આ માણસોનો સમાવેશ હતો: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હેરોદ નગરના શામ્મા અને અલીકા, પાલટી નગરનો હેલેઝ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથ નગરનો અબીએઝેર, હુશાય નગરનો મબુન્નાય, અહોહી નગરનો સાલ્મોન, નટોફાથ નગરના મહાહાય અને બાહનો પુત્ર હેલેબ, બિન્યામીનમાં આવેલા ગિબ્યા નગરના રિબઈનો પુત્ર ઇતાય, પીરાથોન નગરનો બનાયા, ગાઆશ નજીકની ખીણોના રહેવાસી હિદ્દાય, આરાબ નગરમાંથી અબી-આલ્બોન, બાહુરીમ નગરનો આઝમાવેથ, શાઆલ્બોન નગરનો એલ્યાહબા, યાશેનના પુત્રમાંનો યોનાથાન, હારાર નગરનો શામ્મા, હારાર નગરના શારારનો પુત્ર અહિઆમ, માખાથીનો પુત્ર આહાસ્બાયનો પુત્ર અલીફેલેટ, ગિલોની નગરના અહિથોફેલનો પુત્ર અલીઆમ, ર્કામેલમાંથી હેઝોઇ, આર્બી નગરનો પાઅરાય, સોલાહ નગરના નાથાનનો પુત્ર યિગઆલ, ગાદ નગરનો બાની, આમ્મોનનો સેલેક, બએરોથ નગરનો નાહરાય, યોઆબના શસ્ત્રવાહકો: યિથ્રી નગરના ઈરા તથા ગારેબ અને ઉરિયા હિત્તી. કુલ સાડત્રીસ શૂરવીરો હતા.
“વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.
બીજા શૂરવીર સૈનિકો આ પ્રમાણે છે: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હારોરનો વતની શામ્મોથ, પેલોનનો વતની હેલેસ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથમાંનો અબિએઝેર, હુશામાંનો સિબ્બેક્ય, અહોમાંનો ઈલાય, નટોફામાંનો મહારાય, નટોફામાંના બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીનના ગિલ્યાદમાંના રિબઈનો પુત્ર ઇથાય, પિરાથોનમાંનો બનાયા, ગાશનાં ઝરણાં પાસેનો વતની હુરાય, આર્બામાંનો અબિએલ, બાહુરીમમાંનો આઝમાવેથ, શાલ્બોનમાંનો એલ્યાબા, ગેઝોનમાંનો હાશેમ, હારારમાંના શાગેનો પુત્ર યોનાથાન, હારારમાંના સાખારનો પુત્ર અહિયામ, ઉરનો પુત્ર એલિફાલ, મખેરામાંનો હેફેર, પેલોનમાંનો અહિયા, ર્કામેલમાંનો હેઝો, એસ્બાયનો પુત્ર નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર, આમ્મોનમાંનો સેલેક, બેરોથમાંનો યોઆબનો શસ્ત્રવાહક નાહારાય, યાત્તિરમાંનો ઈરા અને ગારેબ, ઉરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ, શિઝાનો પુત્ર અદિના (તે રૂબેનના કુળનો અગ્રગણ્ય સભ્ય હતો અને તેની પોતાની ત્રીસ સૈનિકોની ટુકડી હતી), માખાનો પુત્ર હાનાન, મિથાનમાંનો યહોશાફાટ, આશ્તેરામાંનો ઉઝિઝયા, અરોએરમાંના હોથામના પુત્રો શામા અને યેઈએલ, તીઝમાંના શિમ્રીના પુત્રો યદીએલ અને યોહા, માહવામાંનો એલિયેલ, એલ્નામ અને ઈથ્માના, પુત્રો યરીબઆલ અને યોશાવ્યા, મોઆબી યિથ્મા, સોબામાંના એલિયેલ, યોબેદ અને યાહસીએલ.