૨ શમુએલ 2:16 - પવિત્ર બાઇબલ C.L.16 પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીનું માથું પકડયું અને પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીની કૂખમાં પોતાની તલવાર ભોંકી દીધી. તેથી ચોવીસે માણસો એક સાથે પડીને મરી ગયા. તેથી એ જગ્યા ‘હેલ્કાથ-હાસ્સુરીમ’ એટલે ‘તલવારોનું ક્ષેત્ર’ એ નામે ઓળખાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કૂખમાં ભોકી દીધી; અને તે બધા સાથે નીચે પડ્યા; માટે તે જગાનું નામ હેલ્કાથ-હાસ્સુરીમ પડ્યું, તે ગિબ્યોનમાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, “હેલ્કાથ-હાસ્સુરીમ” અથવા “તલવારોનું ખેતર” એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે. Faic an caibideil |