Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એ પછી દાવિદે પ્રભુને પૂછયું, “હું જઈને યહૂદિયાના કોઈ નગરને જીતવા જઉં?” પ્રભુએ જવાબ આપ્યો, “જા.” દાવિદે પૂછયું, “કયા નગરમાં?” પ્રભુએ કહ્યું, “હેબ્રોનમાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, “શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું, “જા.” દાઉદે પૂછ્યું, “હું ક્યાં જાઉં?” તેમણે કહ્યું, “હેબ્રોનમાં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, “શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?” ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઉપર જા.” દાઉદે કહ્યું, “હું કયા શહેરમાં જાઉં?” ઈશ્વરે જવાબ આપ્યો, “હેબ્રોનમાં જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?” યહોવાએ કહ્યું, “જા.” દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?” અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:1
26 Iomraidhean Croise  

તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી.


તેમને જોઈને યાકોબે કહ્યું, “આ તો ઈશ્વરનું સૈન્ય છે!” તેથી તેણે તે જગાનું નામ માહનાઇમ (બે છાવણી) પાડયું.


ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો.


તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું.


દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.”


ફરીવાર દાવિદે પ્રભુને પૂછી જોયું અને તેમણે જવાબ આપ્યો, “અહીંથી તેમના પર હુમલો કરીશ નહિ. પણ વળીને શેતૂરવૃક્ષની સામેથી તેમના પર હુમલો કરવાને તૈયાર રહે.


ઇઝરાયલ પર તેણે એકંદરે ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં રહીને અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રહીને રાજ કર્યું.


તેમણે મંદિરના કામને માટે આ પ્રમાણે આપ્યું: એક્સો સિત્તેર ટન સોનું, ત્રણસો ચાલીસ ટન કરતાં પણ વધારે ચાંદી, લગભગ છસો વીસ ટન તાંબુ, અને ત્રણ હજાર ચારસો ટન કરતાં વધારે લોખંડ.


સોરા, આયાલોન અને હેબ્રોન.


દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”


તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?”


તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”


તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan