Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:32 - પવિત્ર બાઇબલ C.L.

32 બાર્ઝિલાય એંસી વર્ષની ઉંમરનો બહુ વૃદ્ધ હતો. તે બહુ શ્રીમંત હતો અને રાજાએ જ્યારે માહનાઇમમાં મુકામ કર્યો હતો ત્યારે તેણે ખોરાક પૂરો પાડયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ, એટલે એંશી વર્ષનો માણસ હતો; અને રાજાનો મુકામ માહનાઈમમાં હતો, તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો; કેમ કે તે ઘણો મોટો માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 બાઝિર્લ્લાય એંસી વર્ષનો ખૂબ વૃદ્વ માંણસ હતો, ધનવાન માંણસ હતો, અને તેણે રાજાને તથા તેના લશ્કરને રાજાના માંહનાઈમના મુકામ દરમ્યાન ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:32
14 Iomraidhean Croise  

અબ્રાહામનું આયુષ્ય એકંદરે એક્સો પંચોતેર વર્ષનું હતું.


યાકોબ ઇજિપ્તમાં સત્તર વર્ષ જીવ્યો. એમ તેનું આયુષ્ય એક્સો સુડતાળીસ વર્ષનું થયું.


મથૂશેલા 969 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.


આમ, યોસેફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેના શરીરને સુગંધીદ્રવ્ય ભરીને તેને ઇજિપ્તમાં એક શબપેટીમાં મૂકવામાં આવ્યું.


રાજાએ તેને કહ્યું, “તું નદી પાર કરીને મારી સાથે યરુશાલેમ આવ અને હું તારું ભરણપોષણ કરીશ.”


મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો.


મૃત્યુ સમયે મોશેની ઉંમર એક્સો વીસ વર્ષની હતી, છતાં તેની આંખ ઝાંખી પડી નહોતી કે તેની શક્તિ ઓસરી નહોતી.


કાલેબના ગોત્રનો નાબાલ નામે એક માણસ હતો. તે માઓન નગરનો હતો. તે બહુ ધનવાન હતો અને તેનું બધું પશુધન ર્કામેલમાં હતું. તેની પાસે ત્રણ હજાર ઘેટાં અને એક હજાર બકરાં હતાં. તે ર્કામેલમાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સુંદર અને હોશિયાર હતી. પણ તેનો પતિ ઉદ્ધત અને દુરાચારી હતો. નાબાલ ર્કામેલમાં પોતાનાં ઘેટાંનું ઊન ઉતારતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan