Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:27 - પવિત્ર બાઇબલ C.L.

27 હે રાજા, મારા માલિક, તેણે આપની સમક્ષ મારી ખોટી નિંદા કરી, પણ આપ નામદાર તો ઈશ્વરના દૂત જેવા છો. તેથી તમને યોગ્ય લાગે તે કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે; તો તમારી દષ્ટિમાં જે સારું લાગે તે કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મારા માલિક રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા માલિક રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ પછી માંરો સેવક જ તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:27
12 Iomraidhean Croise  

મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.”


આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.”


રાજાએ પૂછયું, “તારા માલિકનો પૌત્ર મફીબોશેથ ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે યરુશાલેમમાં જ રહ્યો છે. કારણ, હવે ઇઝરાયલીઓ તેના દાદા શાઉલનું રાજ્ય તેને પાછું સોંપશે એવી તેને ખાતરી થઈ છે.”


રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈ હોય તે તારું છે.” સીબાએ જવાબ આપ્યો, “હું તો આપનો સેવક છું. હે રાજા, મારા માલિક, આપ મારાથી સદા પ્રસન્‍ન રહો.”


તેની સાથે બિન્યામીન કુળના હજાર માણસો હતા. શાઉલના કુટુંબનો નોકર સીબા પણ તેના પંદર પુત્રો અને વીસ સેવકો સાથે રાજાને મળવા યર્દન નદી આગળ પહોંચી ગયો.


આમ, બન્‍ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો.


રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.”


બીજાઓની ગુપ્ત રીતે નિંદા કરનારને હું ચૂપ કરી દઈશ. ઘમંડી નજર અને અહંકારી દયવાળા જનોને હું સાંખી લઈશ નહિ.


જેની જીભ નિંદામાં રાચતી નથી, જે પોતાના મિત્રનું બૂરું કરતો નથી, અને પોતાના પડોશીની બદનક્ષી કરતો નથી,


“તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.


દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.


આખીશે જવાબ આપ્યો, “હું તને ઈશ્વરના દૂત જેટલો જ વફાદાર ગણું છું. પણ તું અમારી સાથે લડાઈમાં ન આવી શકે એવું પલિસ્તીઓના રાજવીઓનું કહેવું છે.


Lean sinn:

Sanasan


Sanasan