Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને શાઉલનો દિકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને, તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી, તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાનિ દાઢી કાપી ન હતી. ને પોતાનાં વસ્‍ત્ર ધોયાં ન હતાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શાઉલનો પૌત્ર મફીબોશેથ પણ રાજાને મળવા ગયો હતો, રાજા યરૂશાલેમ છોડીને ગયા તે દિવસથી, તે જીત મેળવીને પાછા ન ફરે ત્યાં સુધી, તેણે પોતાનાં વસ્રો કે પગ ધોયાઁ નહોતાં, કે દાઢી પણ વ્યવસ્થિત રીતે કરી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:24
12 Iomraidhean Croise  

દાવિદે જમીન પરથી ઊઠીને સ્નાન કર્યું, શરીરે અત્તર ચોળ્યું અને પોતાનાં વસ્ત્ર બદલ્યાં. પછી તેણે પ્રભુના ઘરમાં જઇને ભક્તિ કરી. તેણે મહેલમાં પાછા ફરીને ભોજન માગ્યું અને તેમણે પીરસ્યું એટલે તરત તે જમ્યો.


દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


રાજાએ પૂછયું, “તારા માલિકનો પૌત્ર મફીબોશેથ ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે યરુશાલેમમાં જ રહ્યો છે. કારણ, હવે ઇઝરાયલીઓ તેના દાદા શાઉલનું રાજ્ય તેને પાછું સોંપશે એવી તેને ખાતરી થઈ છે.”


સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો.


“બિન્યામીનના કુળપ્રદેશના બાહુરીમ નગરના ગેરાનો પુત્ર શિમઈ છે. હું માહનાઇમ જતો હતો તે દિવસે તેણે મને ભારે શાપ આપ્યો હતો. પણ તે મને યર્દન નદીએ મળ્યો ત્યારે મેં તેને પ્રભુને નામે સમ ખાઈને વરદાન આપ્યું હતું કે હું તેને મારી નાખીશ નહિ.


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan