Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પણ દાવિદે અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “સરુયાના પુત્રો, મેં તમારું શું બગાડયું છે કે તમે આજે મારી વિરુદ્ધ પડયા છો? કોણે તમારો અભિપ્રાય માગ્યો છે? હું ઇઝરાયલનો રાજા છું અને આજે કોઈ ઇઝરાયલીને મારી નાખવાનો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 દાઉદે કહ્યું, “સરુયાના દિકરાઓ, તમારી સાથે મારે શી લેવા-દેવા છે કે, તમે આજે મારા વૈરી થયા છો? શું આજે ઇઝરાયલમાં કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયલનો રાજા છું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:22
11 Iomraidhean Croise  

રાજાએ સરુયાના પુત્રો એટલે, અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “એ તમારું કામ નથી. જો તે પ્રભુના કહ્યા પ્રમાણે શાપ આપતો હોય તો આપણને પૂછવાનો શો અધિકાર?”


દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો.


અબિશાયે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે આ કૂતરાને શાપ કેમ દેવા દો છો? મને ત્યાં જઈને તેનું મસ્તક ઉડાવી દેવા દો.”


જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે.


તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો?


પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”


પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ.


અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.”


પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan