Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:20 - પવિત્ર બાઇબલ C.L.

20 હવેથી તે તમારા મનમાં લાવશો નહિ. હે રાજા, મારા માલિક, હું જાણું છું કે મેં પાપ કર્યું છે અને એટલે જ, યોસેફનાં કુળોમાંથી સૌ પ્રથમ હું આપ નામદારને મળવા આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે તમારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે; એ માટે જુઓ, યૂસફના આખા કુટુંબમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા માટે નીચે આવ્યો છું”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 કારણ, મેં પાપ કર્યુ છે તે હું તમાંરો સેવક જાણું છું, તેથી જ માંરા દેવ અને રાજા આજે યૂસફના કૂળમાંથી તમને મળવા માંટે સૌથી પહેલા હું અહીં આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:20
12 Iomraidhean Croise  

પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.


વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.


દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો.


સરુયાનો પુત્ર અબિશાય બોલી ઊઠયો, “શિમઈને મારી નાખવો જોઈએ; કારણ, તેણે પ્રભુએ પસંદ કરેલ અભિષિક્ત રાજાને શાપ દીધો હતો.”


સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે.


ઇઝરાયલના લોકોએ સાંભળ્યું કે યરોબામ ઇજિપ્તથી પાછો આવ્યો છે ત્યારે તેમણે તેને લોકોની એક સભામાં આમંત્રણ આપ્યું અને તેને રાજા બનાવ્યો. માત્ર યહૂદિયાનું કુળ દાવિદના રાજવંશને વફાદાર રહ્યું.


ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો.


લબાનોનના વનનાં ગંધતરુક્ષ્ટના તમારા નિવાસોમાં તમે વસો છો, પણ જ્યારે તમારા પર વિપત્તિ આવી પડે ત્યારે તમારી દશા કેવી દયામણી થશે? તમે પ્રસૂતાના જેવી વેદનાથી કષ્ટાશો.


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


એફ્રાઇમને હું ઓળખું છું અને ઇઝરાયલ પોતાને મારાથી છુપાવી શકે તેમ નથી. એફ્રાઇમની પ્રજા બેવફા બની છે અને ઇઝરાયલની પ્રજાએ પોતાને ભ્રષ્ટ કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan