Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:18 - પવિત્ર બાઇબલ C.L.

18 રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્‍ન કરવા તેઓ નદીની સામે પાર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 રાજાના પરિવારને ઉતારવા માટે, તથા તેને જે સારું લાગે તે કરવા માટે, એક હોડી પેલે પાર ગઈ. અને રાજા યર્દન ઊતરીને આવ્યો, ત્યારે ગેરાનો દિકરો શિમઈ તેની આગળ પગે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓએ રાજાના કુટુંબને યર્દન નદી પાર ઉતારવા માટે તથા તેને જે સારુ લાગે તેવું કરવા એક હોડી પેલે પાર મોકલી. રાજા નદી પાર કરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેઓએ રાજાના કુટુંબને તથા તેના સૈન્યને નદી પાર કરાવવા સખત પરિશ્રમ કર્યો અને શકય તેટલી સહાય કરી. રાજા નદી ઓળંગવાની તૈયારી કરતો હતો ત્યારે શિમઈ તેમને પગે પડયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:18
10 Iomraidhean Croise  

તેની સાથે બિન્યામીન કુળના હજાર માણસો હતા. શાઉલના કુટુંબનો નોકર સીબા પણ તેના પંદર પુત્રો અને વીસ સેવકો સાથે રાજાને મળવા યર્દન નદી આગળ પહોંચી ગયો.


રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ.


મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.”


તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.)


સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.”


“બિન્યામીનના કુળપ્રદેશના બાહુરીમ નગરના ગેરાનો પુત્ર શિમઈ છે. હું માહનાઇમ જતો હતો તે દિવસે તેણે મને ભારે શાપ આપ્યો હતો. પણ તે મને યર્દન નદીએ મળ્યો ત્યારે મેં તેને પ્રભુને નામે સમ ખાઈને વરદાન આપ્યું હતું કે હું તેને મારી નાખીશ નહિ.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


આ વખતે મેં કંઈ પ્રથમ જ વાર તેને માટે ઈશ્વરની સલાહ પૂછી નહોતી. મારી કે મારા કુટુંબમાંના કોઈની પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ રાજાએ ન મૂકવો જોઈએ. આ વાત વિષે હું કંઈ જાણતો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan