Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને આબ્શાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિષે તમે એક શબ્દ પણ કેમ બોલાતો નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:10
9 Iomraidhean Croise  

તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”


તેથી રાજા પોતાના કુટુંબ તથા અધિકારીઓ સાથે ચાલી નીકળ્યો. માત્ર રાજમહેલની દેખરેખ રાખવા તેણે દસ ઉપપત્નીઓ રહેવા દીધી.


યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો?


યહૂદિયાના સર્વ માણસો અને ઇઝરાયલના અડધા માણસોનું સ્વાગત સ્વીકારીને રાજા નદી પાર કરીને ગિલ્ગાલ પહોંચ્યો અને કિમ્હામ તેની સાથે ગયો.


સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે.


“મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે,


તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો!


Lean sinn:

Sanasan


Sanasan