Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી દાવિદના માણસોને અચાનક આબ્શાલોમનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ ખચ્ચર પર બેઠો હતો. ખચ્ચર એક મોટા મસ્તગી વૃક્ષ તળેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આબ્શાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું. ખચ્ચર આગળ ચાલ્યું ગયું અને આબ્શાલોમ આકાશ અને પૃથ્વી વચ્ચે અધર લટકી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 આબ્શાલોમને અચાનક દાઉદના ચાકરો સાથે ભેટો થઈ ગયો. આબ્શાલોમે પોતાના ખચ્ચર પર સવાર થએલો હતો, તે ખચ્ચર એક મોટા એલોનવૃક્ષની ગીચ ડાળીઓ નીચે ગયું, એટલે તેનું માથું એલોનવૃક્ષની અંદર ભરાઈ ગયું, ને તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યુદ્ધના સમયે એવું બન્યું કે આબ્શાલોમની દાઉદના કેટલાક સૈનિકો સાથે મુલાકાત થઈ. આબ્શાલોમ ખચ્ચર પર સવારી કરીને જતો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે આવ્યું. તેની ગરદન એલોનવૃક્ષની ડાળીઓમાં ભરાઈ ગઈ. તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યુદ્ધના સમયે આબ્શાલોમનો દાઉદના કેટલાક અમલદારો સાથે ભેટો થઈ ગયો, અને તેણે ભાગવાની કોશિષ કરી. આબ્શાલોમ ગધેડા પર બેસીને જતો હતો, તે ગધેડો એક મોટા ઇમાંરતી કાષ્ઠના વૃક્ષની ઘટામાંથી પસાર થતો હતો. એવામાં આબ્શાલોમનું માંથું ડાળીઓમાં ભરાઈ ગયું. તે આકાશ અને જમીન વચ્ચે અદ્ધર લટકવા લાગ્યો અને ગધેડો આગળ ચાલી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:9
18 Iomraidhean Croise  

એમ નોકરે આબ્શાલોમની સૂચનાઓ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. દાવિદના બાકીના પુત્રો પોતપોતાના ખચ્ચર પર બેસીને ભાગી છૂટયા.


તેના વાળ ઘણા ભરાવદાર હતા. તે ઘણા વધી જતા અને તેનો ભાર લાગતા તેણે વર્ષમાં એકવાર વાળ કપાવવા પડતા હતા. રાજવી તોલમાપ પ્રમાણે તેનું વજન બે કિલોગ્રામથી વધારે થતું.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


દાવિદના એક માણસે તે જોઈને યોઆબને ખબર આપી, “સાહેબ, મેં આબ્શાલોમને મસ્તગી વૃક્ષ પર લટકેલો જોયો હતો.”


યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.


શું દુરાચારીઓ માટે વિપત્તિ, અને અધર્મીઓ માટે આફત નથી?


માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે.


પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે.


જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો.


મોશેએ આજ્ઞા આપી, ‘તારાં માતાપિતાને માન આપ,’ વળી, ‘પોતાનાં માતાપિતાની વિરુદ્ધ દુષ્ટ વાતો કહેનારને મારી નાખવો જોઈએ.’


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.


‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


‘પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરી તેના પર નામોશી લાવનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan