Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:8 - પવિત્ર બાઇબલ C.L.

8 યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી; અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો, તેથી વધારે લોકોનો ભક્ષ જંગલે લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 સમગ્ર વિસ્તારમાં યુદ્ધ ફેલાઈ ગયું પરંતુ તે દિવસે તરવારથી મરવા કરતાં જંગલમાં વધુ માંણસો મરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:8
10 Iomraidhean Croise  

દાવિદના માણસોએ ઇઝરાયલીઓને હરાવ્યા. એ તો ભયંકર હાર હતી. એ દિવસે વીસ હજાર માણસોનો ખુરદો બોલી ગયો.


પછી દાવિદના માણસોને અચાનક આબ્શાલોમનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ ખચ્ચર પર બેઠો હતો. ખચ્ચર એક મોટા મસ્તગી વૃક્ષ તળેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આબ્શાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું. ખચ્ચર આગળ ચાલ્યું ગયું અને આબ્શાલોમ આકાશ અને પૃથ્વી વચ્ચે અધર લટકી રહ્યો.


જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો.


હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો.


હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.


પરંતુ તમે તમારો શ્વાસ ફૂંકયો અને ઇજિપ્તીઓ સમુદ્રમાં ડૂબી ગયા, તેઓ ઊંડા પાણીમાં સીસાની જેમ ડૂબી ગયા.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


કારણ, તેઓ બન્‍ને વિદ્રોહીઓ પર ઓચિંતો નાશ લાવશે અને તેઓ પર કઈ આપત્તિ લાવશે તે કોણ જાણી શકે?


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


Lean sinn:

Sanasan


Sanasan