Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ એટલે સરુયાના દિકરા અબિષાયના હાથ નીચે, ને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું, “હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ સરુયાના દીકરા અબિશાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું “હું જાતે તમારી સાથે આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યાર પછી તેણે સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી, એક યોઆબના હાથ નીચે, બીજી યોઆબના ભાઈ અને સરૂયાના પુત્ર અબીશાયના હાથ નીચે અને ત્રીજી ગાથના ઇત્તાયના હાથ નીચે, પછી દાઉદે સેનાને ઉદ્દેશીને કહ્યું, “હું જાતે તમાંરી સાથે આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:2
14 Iomraidhean Croise  

અને તેમના માણસો શૂરવીર લડવૈયા છે. મારી સલાહ એવી છે કે દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશમાંથી સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા સર્વ ઇઝરાયલીઓને તમે એકઠા કરો અને તમે પોતે તેમને લડાઈમાં આગેવાની આપો.


પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.”


યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.


યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો.


યોઆબને તેની જાણ થઈ, (તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો, જો કે તેણે આબ્શાલોમનો પક્ષ કર્યો નહોતો.) તેથી તે પ્રભુના મુલાકાતમંડપમાં નાસી ગયો અને ત્યાં તેણે વેદીના શિંગ પકડયાં.


ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી.


તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા.


મધરાત પહેલાં પહેરો બદલાયો તે પછી થોડા જ સમય બાદ ગિદિયોન અને તેના સો માણસો છાવણીના છેડે આવી પહોંચ્યા. પછી તેમણે રણશિંગડાં વગાડયાં, અને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા.


લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો.


બીજે દિવસે સવારે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ પાડી અને વહેલી સવારે શત્રુની છાવણીમાં ધૂસી જઈ આમ્મોનીઓ પર હુમલો કર્યો. બપોર સુધી તેમણે તેમની ક્તલ કરી. બાકી રહી ગયેલા આમતેમ એકલાઅટૂલા ભાગી છૂટયા.


Lean sinn:

Sanasan


Sanasan