Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 18:18 - પવિત્ર બાઇબલ C.L.

18 આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આબ્શાલોમ જીવતો હતો, ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને માટે ઊભો કેયો હતો; કેમ કે તેને થયું હતું, “મારું નામ કાયમ રાખવા માટે માટે એકે દીકરો નથી.’ તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું. અને આજે પણ તે ‘આબ્શાલોમનો સ્મરણસ્તંભ’ કહેવાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આબ્શાલોમે, જયારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે, “મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી.” તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ આબ્શાલોમ રાખ્યું હતું, આજે પણ તે આબ્શાલોમના સ્મૃર્તિસ્તંભ તરીકે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 18:18
13 Iomraidhean Croise  

પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”


તેથી એ શહેરનું નામ બેબિલોન [ગૂંચવણ] પડયું; કારણ, ત્યાં આગળ પ્રભુએ સમસ્ત પૃથ્વીની ભાષા ગૂંચવી નાખી અને અહીંથી પ્રભુએ તેમને સૌને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.


કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને અબ્રામ પાછો આવતો હતો ત્યારે સદોમનો રાજા તેને મળવા માટે શાવેના ખીણપ્રદેશમાં ગયો. (એને રાજાનો ખીણપ્રદેશ પણ કહે છે.)


આબ્શાલોમને ત્રણ પુત્રો અને તામાર નામે ખૂબ સુંદર પુત્રી હતી.


તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ.


જો કે તેમને નામે જમીનજાગીરો હતી, તોપણ કબરો તેમનાં કાયમનાં ઘર બન્યાં છે; એ તેમના યુગાનુયુગનાં નિવાસસ્થાન છે.


“તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે.


“આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે.


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું.


બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે.


Lean sinn:

Sanasan


Sanasan