Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી હુશાયે કહ્યું, “તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે, ને તેઓનાં મન ખીજવાયેલાં છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીંછણના જેવા [તેઓ છે]. તમારા પિતા લડવૈયા પરુષ છે, તે લોકોની સાથે રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વળી હુશાયે કહ્યું, “તને ખબર છે કે તારા પિતા અને તેના માણસો બહુ હિંમતવાન યોદ્ધાઓ છે, જેમ પોતાના બચ્ચાં છીનવાઈ જવાથી રીંછણ ક્રોધિત હોય છે તેવા તે લોકો છે. તારો પિતા લડવૈયા પુરુષ છે; તે આજે રાત્રે સૈનિકોની સાથે રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:8
20 Iomraidhean Croise  

દાવિદની આગળ રાજદ્વારી સંરક્ષકો પસાર થઈ રહ્યા હતા. વળી, ગાથમાંથી દાવિદ રાજા સાથે આવેલા કરેથીઓ અને પેલેથીઓના છસો સૈનિકો પણ પસાર થયા.


અત્યારે કદાચ તે કોઈ ગુફા કે બીજી કોઇ જગ્યાએ સંતાયા હશે. દાવિદના પ્રથમ હુમલા વખતે કેટલાક માણસો માર્યા જશે ત્યારે તે સાંભળનારા કહેશે, ‘આબ્શાલોમના માણસોની ભારે ક્તલ થઈ છે.’


પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી ભેદીને નગરમાં પ્રવેશ્યા અને ત્યાંથી કૂવામાંથી દાવિદને માટે પાણી કાઢી લાવ્યા. તેણે તે પીધું નહિ; પણ પ્રભુને તે અર્પણ તરીકે રેડી દેતાં તેણે કહ્યું,


યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.


એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


મૂર્ખાઈમાં ચગેલા કોઈ મૂર્ખ કરતાં જેના બચ્ચાં છીનવાયાં હોય તેવી રીંછણનો સામનો કરવો એ સારું છે.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


“તમારી મા સિંહણ હતી, તે સિંહોની સાથે રહેતી હતી; તે વિકરાળ સિંહો વચ્ચે પોતાનાં બચ્ચાનું પાલનપોષણ કરતી હતી.


બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’


પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ.


દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.”


તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.”


આમ દાવિદ તલવાર વિના ગોફણ અને પથ્થરથી પરપ્રજાના પલિસ્તી ગોલ્યાથ પર વિજયી થયો અને તેનો સંહાર કર્યો.


તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan