Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:23 - પવિત્ર બાઇબલ C.L.

23 અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:23
15 Iomraidhean Croise  

આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.


દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા.


તેથી દાવિદ અને તેના માણસોએ યર્દન નદી ઓળંગવા માંડી અને સવાર થતામાં તેઓ બધા નદી પાર ઊતરી ગયા.


જ્યારે ઝિમ્રીએ જોયું કે નગરનું પતન થયું છે ત્યારે તે રાજમહેલના અંદરના કિલ્લામાં પેસી ગયો અને રાજમહેલને આગ લગાડીને તેમાં બળી મૂઓ.


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.”


શું દુરાચારીઓ માટે વિપત્તિ, અને અધર્મીઓ માટે આફત નથી?


મારા પર દોષારોપણ કરનારાઓને અને મારી વિરુદ્ધ ભૂંડી વાતો કહેનારાઓને પ્રભુ તરફથી એવું પ્રતિફળ મળો.


હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો.


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે.


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”


યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan