Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે થાકેલો અને હતાશ છે ત્યારે હું તેના પર હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેના સર્વ માણસો નાસી જશે. હું માત્ર રાજાને જ મારી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ઘસારો કરીને તેને ગભરાવી નાખીશ. એટલે તેની સાથેના બધા લોક નાસી જશે; અને હું માત્ર રાજાને મારીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જયારે તે થાકેલો અને નિર્બળ હશે ત્યારે હું તેની પાસે જઈને તેને ગભરાવી નાખીશ. ત્યારે જે માણસો તેની સાથે છે તે બધા ભાગી જશે અને હું ફક્ત રાજા પર જ હુમલો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:2
10 Iomraidhean Croise  

રાજા અને તેના માણસો યર્દન નદી પાસે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા એટલે ત્યાં તેમણે આરામ કર્યો.


થોડા જ સમય પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “મને બાર હજાર માણસો ચૂંટી કાઢવા દો અને આજે રાત્રે હું દાવિદનો પીછો પકડીશ.


અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો નહિ કરવા જણાવ્યું હતું.


તમે તેમના દુરાચારની ક્ષમા આપશો નહિ અને તેમનાં પાપ ભૂલી જશો નહિ. કારણ, તેમણે અમ બાંધનારાઓનું અમારી સામે જ અપમાન કર્યું છે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’


ઈસુએ તેમને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, ’હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


આખી પ્રજાનો નાશ થાય તે કરતાં એક વ્યક્તિ બધા લોકોને બદલે મરે તે તમારા હિતમાં છે, એમ તમને નથી લાગતું?”


તેમને ઈશ્વરનો પણ ભય નહોતો, અને તેથી જ્યારે તમે થાકીને નિર્ગત થઈ ગયા હતા, ત્યારે તમારી પાછળના ભાગમાં ધીમેધીમે ચાલનાર નિર્બળ લોકો પર આક્રમણ કરીને તેમણે તેમનો સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan