Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:16 - પવિત્ર બાઇબલ C.L.

16 વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો હવે કોઈને જલદી મોકલીને દાઉદને કહેવડાવો, ‘આજ રાતે તમે રાન તરફના આરા પાસે પડાવ રાખશો નહિ, પણ ગમે તેમ કરીને પેલી બાજુ ઊતરી જાવ; નહિતો રાજા તથા તેમની સાથેના બધા માણસો [આબ્શાલોમનો] ભોગ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તો હવે, જલ્દી જાઓ, દાઉદને ખબર આપીને તેને કહો કે, ‘આજે રાત્રે રાન તરફના આરા પાસે છાવણી નાખશો નહિ, પણ નદી ઓળંગી જાઓ નહિ તો રાજા અને તેના સર્વ લોકો માર્યા જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:16
14 Iomraidhean Croise  

તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”


દરમિયાનમાં મને તારા તરફથી સમાચાર મળે ત્યાં સુધી વેરાનપ્રદેશ તરફ જવાના નદીના ઘાટે હું થોભીશ.”


સાદોક અને આબ્યાથાર યજ્ઞકારો પણ ત્યાં છે, તને રાજમહેલમાંથી સાંભળવા મળેલું બધું તેમને કહેજે.


તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.”


ઝંઝાવાતી પવન અને આંધીથી બચવા હું ત્વરાથી કોઈ સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાત.”


મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે.


ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે.


આમ, જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે, ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું સાચું ઠરશે, “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે.


આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!


જલદી કર. ઊભો ના રહીશ.” છોકરો તીર લઈને પોતાના માલિક પાસે પાછો આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan