Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 17:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારે સિંહના જેવા નિર્ભય અને શૂરવીર માણસો પણ ભયથી થથરી જશે. કારણ, ઇઝરાયલમાં સૌ કોઈ જાણે છે કે તમારા પિતા શૂરવીર સૈનિક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એથી જે શૂરો, જે સિંહોના જેવો બહાદુર છે, તેનાં ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇઝરાયલ જાણે છે કે તમારા પિતા પરાક્રમી માણસ છે, ને તેમની સાથેના માણસો પણ શૂરવીર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એટલે બહાદુર સૈનિકો, જેઓ સિંહ જેવા શૂરવીર સમાન છે, તેઓ પણ ગભરાશે કારણ કે આખું ઇઝરાયલ જાણે છે કે તારો પિતા શૂરવીર યોદ્ધો છે અને જે માણસો તેની સાથે છે તે ઘણાં બળવાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 17:10
17 Iomraidhean Croise  

યહૂદા તો સિંહ જેવો છે. તે તો જાણે શિકાર કરીને આવ્યો છે. તે સિંહની જેમ લપાઈને બેઠો છે. એ તો સિંહણ જેવો છે; એને કોણ છંછેડે?


“શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.”


અત્યારે કદાચ તે કોઈ ગુફા કે બીજી કોઇ જગ્યાએ સંતાયા હશે. દાવિદના પ્રથમ હુમલા વખતે કેટલાક માણસો માર્યા જશે ત્યારે તે સાંભળનારા કહેશે, ‘આબ્શાલોમના માણસોની ભારે ક્તલ થઈ છે.’


કાબ્સએલ નગરના યહોયાદાનો પુત્ર બનાયા બીજો એક ખ્યાતનામ સૈનિક હતો. તેણે મોઆબના બે નિપુણ યોદ્ધાઓને મારી નાખ્યા. વળી, એકવાર હિમવર્ષાના દિવસે તેણે કોતરમાં જઈને એક સિંહને મારી નાખ્યો.


એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.


અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


જુઓ, એ તો શલોમોન છે, જે પાલખીમાં બેસીને આવે છે. તેને ફરતે ઇઝરાયલના સાઠ જેટલા સુસજ્જ સૈનિકો તેના અંગરક્ષકો છે.


સૌના હાથ ઢીલા પડી જશે અને સૌ કોઈ હિંમત હારી જશે.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.


તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.”


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan