Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેં શાઉલનું રાજ્ય પચાવી પાડ્યું છે, પણ યહોવા તેના કુટુંબના ખૂનનો બદલો હવે તારી પાસેથી લઈ રહ્યા છે. અને યહોવાએ તારા દિકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. અને તું તો તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે, કેમ કે તું ખુની માણસ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેં શાઉલનું રાજય લઇ લીધું છે. અને તેં જે ખૂન કર્યું અને દરેકને માંરી નાખ્યા; તેનો બદલો દેવ તારા ઉપર લઈ રહ્યા છે, તેથી યહોવાએ તારું રાજય લઇ લીધું અને તારા પુત્ર આબ્શાલોમને આપ્યું છે. ઓ ખૂની, તને તારા પાપોની સજા મળી રહી છે!”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:8
18 Iomraidhean Croise  

દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”


રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ.


સરુયાનો પુત્ર અબિશાય બોલી ઊઠયો, “શિમઈને મારી નાખવો જોઈએ; કારણ, તેણે પ્રભુએ પસંદ કરેલ અભિષિક્ત રાજાને શાપ દીધો હતો.”


દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા.


“બિન્યામીનના કુળપ્રદેશના બાહુરીમ નગરના ગેરાનો પુત્ર શિમઈ છે. હું માહનાઇમ જતો હતો તે દિવસે તેણે મને ભારે શાપ આપ્યો હતો. પણ તે મને યર્દન નદીએ મળ્યો ત્યારે મેં તેને પ્રભુને નામે સમ ખાઈને વરદાન આપ્યું હતું કે હું તેને મારી નાખીશ નહિ.


તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ)


હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ)


શત્રુઓની ધમકીઓથી હું આકુળવ્યાકુળ છું, અને દુષ્ટોના દમનને કારણે કચડાઈ ગયો છું; તેઓ મારા પર આક્ષેપો ખડકે છે; તેઓ તેમના ક્રોધમાં મને સતાવે છે.


વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું.


Lean sinn:

Sanasan


Sanasan