Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:5
22 Iomraidhean Croise  

રાજા અને તેના માણસો યર્દન નદી પાસે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા એટલે ત્યાં તેમણે આરામ કર્યો.


રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈ હોય તે તારું છે.” સીબાએ જવાબ આપ્યો, “હું તો આપનો સેવક છું. હે રાજા, મારા માલિક, આપ મારાથી સદા પ્રસન્‍ન રહો.”


દાવિદની આસપાસ તેના સૈનિકો અને તેના અંગરક્ષકો હોવા છતાં શિમઈએ દાવિદ અને તેના અધિકારીઓ ઉપર પથ્થરો ફેંકવા માંડયા.


પણ એક દિવસે એક છોકરો તેમને જોઈ ગયો એટલે તેણે જઈને આબ્શાલોમને આ વાત કરી. તેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને બાહુરીમમાં એક માણસને ત્યાં સંતાયા. એ માણસના ઘર પાસે એક કૂવો હતો. તેઓ એ કૂવામાં ઊતરી ગયા.


પાલ્ટીએલ બાહુરીમનગર સુધી તેની પાછળ રડતો રડતો ગયો, પણ આબ્નેરે કહ્યું, “તારે ઘેર પાછો જા.” એટલે તે ગયો.


સૂસાની રાજધાનીમાં મોર્દખાય નામે એક યહૂદી હતો. તે બિન્યામીનના કુળનો હતો અને કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો.


ઈશ્વરે મને છૂટા દોરે સતાવ્યો છે, તેથી તેઓ મારી સામે બેફામ વર્તન કરે છે.


મારા શત્રુઓ આખો વખત મારો દોષ કાઢે છે. મારી ઠેકડી કરનારા મારું નામ દઈને બીજાને શાપ આપે છે.


તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ.


કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.


કારણ, તેની પાસે એક જ વસ્ત્ર છે. એ જ વસ્ત્ર તે પહેરે છે અને એ જ તે ઓઢે છે. તેની પાસે ઓઢીને સૂવાનું બીજું વસ્ત્ર જ કયાં છે? તેથી જ્યારે તે મને મદદને માટે પોકાર કરે ત્યારે હું તેનું સાંભળીશ. કારણ, હું કૃપાળુ છું.


“ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.


વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી.


તારા મનના વિચારમાં પણ રાજા વિશે ભૂંડું બોલીશ નહિ. તારા શયનખંડમાં પણ ધનિકનું ભૂંડું બોલીશ નહિ, કારણ, પંખી પણ તારા શબ્દો લઈ જશે અને વાયુચર પક્ષી પણ તે વાત કહી દેશે.


પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.


તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan