Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 માટે તેઓએ આબ્શાલોમને માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યો. અને સર્વ ઇઝરાયલના જોતાં આબ્શાલોમ પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી તેઓએ મહેલની અગાસી ઉપર તંબુ બાંધ્યાં અને આબ્શાલોમ સર્વ ઇઝરાયલીઓના દેખતા તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે ઊંઘી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:22
11 Iomraidhean Croise  

ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.


તેથી રાજા પોતાના કુટુંબ તથા અધિકારીઓ સાથે ચાલી નીકળ્યો. માત્ર રાજમહેલની દેખરેખ રાખવા તેણે દસ ઉપપત્નીઓ રહેવા દીધી.


દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી.


તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે.


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


એ નગરમાં ખૂનરેજી થઈ હતી, અને રક્ત ધૂળમાં ઢંકાઈ જાય તેવી જમીન ઉપર તે રેડાયું ન હતું, પણ એ તો ખુલ્લા ખડક ઉપર રેડાયું હતું.


મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો.


તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan