Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:21 - પવિત્ર બાઇબલ C.L.

21 અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો. અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:21
22 Iomraidhean Croise  

ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”


ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે.


તે દિવસોમાં અને તે પછી પણ પૃથ્વી પર રાક્ષસી કદના માણસો વસતા હતા. તેઓ ઈશ્વરના પુત્રો અને માણસોની પુત્રીઓથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના શક્તિશાળી અને નામાંક્તિ વીરપુરુષો હતા.


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.


યોનાદાબે તેને કહ્યું, “બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ જા. તારા પિતા તને મળવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામારને અહીં આવીને મને જમાડવાનું કહો. તેને હું અહીં મારે માટે ભોજન તૈયાર કરતી જોઉં અને પછી તે પોતે મને જમાડે એવું હું ઇચ્છું છું.” તેથી આમ્નોન બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો.


તેથી રાજા પોતાના કુટુંબ તથા અધિકારીઓ સાથે ચાલી નીકળ્યો. માત્ર રાજમહેલની દેખરેખ રાખવા તેણે દસ ઉપપત્નીઓ રહેવા દીધી.


પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?”


હુશાયે જવાબ આપ્યો, “આ વખતે અહિથોફેલે આપેલી સલાહ બરાબર નથી.


બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”


દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી.


શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો.


બાથશેબાએ પૂછયું, “શી વિનંતી છે?” તેણે જવાબ આપ્યો, “તમે શલોમોન રાજાને વાત કરો કે તે મને શૂનેમની યુવતી અબિશાગ સાથે લગ્ન કરવા દે. હું જાણું છું કે શલોમોન તમને ના નહિ પાડે.”


રાજાએ કહ્યું, “તમે તેને શૂનેમની અબિશાગ સોંપવાની માગણી મૂકો છો! તો પછી તેને રાજ્ય સોંપી દેવાનું ય કહોને! ગમે તેમ તોય તે મારો મોટો ભાઈ છે અને અબ્યાથાર યજ્ઞકાર અને યોઆબ તેના પક્ષમાં છે!”


તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે.


જો કોઈ પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરે તો તેણે તેના પિતાનું અપમાન કર્યું છે. તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને શિર રહેશે.


હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.”


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan