Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કદાચ યહોવા મારા પર શિમઈ આજે મને આપે છે તેનો સારો બદલો યહોવા મને આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કદાચ યહોવા માંરા દુ:ખ સામે જોશે અને આજના આ શાપને બદલે મને આશીર્વાદ આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:12
22 Iomraidhean Croise  

તેથી દાવિદ અને તેના માણસો માર્ગે આગળ વયા. શિમઈ તેમની સાથે સાથે સામેના પર્વતના ઢોળાવ પર ચાલતો હતો. જતાં જતાં તે તેમને શાપ દેતો અને તેમના પર પથ્થર અને ધૂળ ફેંક્તો હતો.


આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.”


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ.


હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો.


મારાં દુ:ખો અને મુશ્કેલીઓ જુઓ; મારાં સર્વ પાપોની ક્ષમા આપો.


એમ ઉપકાર કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તારા સર્ત્ક્યનો બદલો આપશે.


વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી.


પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે.


તમારે તમારા જીવનભર એ લોકોનાં કલ્યાણ કે આબાદી માટે કશું કરવું નહિ.


વળી, ઈશ્વર અમારી સાથે તમ સહન કરનારાઓને રાહત આપશે. પ્રભુ ઈસુ તેમના શક્તિશાળી દૂતોની સાથે ભભૂક્તી અગ્નિજ્વાળા સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે.


આપણા દૈહિક પિતાઓ આપણને થોડા સમય માટે તેમને યોગ્ય લાગે તેમ શિક્ષા કરતા. પરંતુ ઈશ્વર આપણા ભલાને માટે તેમ કરે છે, એ માટે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan