૨ શમુએલ 16:1 - પવિત્ર બાઇબલ C.L.1 દાવિદ પર્વતના શિખરની પેલી તરફ ઊતરતો હતો ત્યારે તેને મફીબોશેથના નોકર સીબાનો ભેટો થઈ ગયો. સીબા પાસે કેટલાંક ગધેડાં હતાં. તેમના પર બસો રોટલીઓ, સૂકી દ્રાક્ષની સો એક લૂમો, સો એક તાજાં ફળની અને દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક લાદેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દાઉદ [પર્વતના] શિખરની પેલી બાજુ થોડેક ગયો, એટલે જુઓ, મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો, તે પોતાની સાથે જીન બાંધેલાં બે ગધેડાં લાવ્યો હતો, તેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એક સો લૂમ, ઊનાળાનાં એક સો ફળ, તથા દ્રાક્ષારસની એક કૂંડી લાદેલાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર 200 સૂકી રોટલી, 100 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી, 100 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો. Faic an caibideil |