Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ચાર વર્ષ પછી એમ થયું કે આબ્શાલોમે રાજાને કહ્યું, “મેં યહોવા આગળ માનતા રાખી છે, તે ઉતારવા માટે કૃપા કરીને મને હેબ્રોન જવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ચાર વર્ષ પછી એમ થયું કે, આબ્શાલોમે રાજાને કહ્યું, “ઈશ્વર સમક્ષ હેબ્રોનમાં મેં શપથ લીધા હતા તે પૂર્ણ કરવાને કૃપા કરી મને જવા દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ચાર વર્ષ પછી આબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:7
10 Iomraidhean Croise  

દાવિદને વયાનુક્રમે આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા: આમ્મોન, જેની માતા અહિનોઆમ યિભએલની હતી;


કિલ્યાબ, જેની માતા ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની માતા ગેશૂરના રાજા તાલ્માઈની પુત્રી માખા હતી;


દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે.


તમારા ઉપવાસનો દિવસ તો લડવા ઝઘડવામાં અને એકબીજાને મૂક્કીઓના ક્રૂર પ્રહાર કરવામાં પૂરો થાય છે. તમારા આજકાલના ઉપવાસથી તમારો પોકાર કંઈ આકાશમાં સંભળાવાનો નથી.


ત્યાર પછી તેણે તેમને આ સૂચનાઓ આપી બેથલેહેમ મોકલ્યા: જાઓ, એ બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો; જેથી હું પણ ત્યાં જઈને તેનું ભજન કરી શકું.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


Lean sinn:

Sanasan


Sanasan