Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આબ્શાલોમ તેને કહેતો, “જો, તારી ફરિયાદ ખરી તથા વાજબી છે; પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને આબ્શાલોમ તેને કહેતો કે, “જો, તારી ફરિયાદ ખરી તથા યોગ્ય છે, પણ તારી ફરિયાદ સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારે આબ્શાલોમ તેને કહેતો, “ઓ ભાઈ, તું સાચો છે, પણ રાજા દાઉદ તને સાંભળશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:3
16 Iomraidhean Croise  

વળી, તે કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારું. ત્યારે તો કોઈ કંઈક તકરાર કે દાવા માટે આવે તો હું તેનો ન્યાય કરત.”


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


“જે કોઈ પોતાના પિતાને અથવા માતાને શાપ દે તેને જરૂર મારી નાખવો.


સજ્જન પ્રભુની કૃપા મેળવે છે, પણ કપટીને ઈશ્વર દોષિત ઠરાવે છે.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી.


પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે.


નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે.


દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે.


તેઓ જૂથબંધી કરીને મોશે અને આરોન સામે પડયા અને તેમને કહ્યું, “તમે તો આપખુદીની હદ વટાવી છે! આખા સમાજના બધા સભ્યો પ્રભુને સમર્પિત થયેલા છે અને પ્રભુ તેમની મધ્યે છે. તેમ છતાં તમે પ્રભુના સમાજ કરતાં પોતાને ઊંચા કેમ ગણાવો છો?”


કારણ, ઈશ્વરે કહ્યું છે, ’તારા માતાપિતાનું સન્માન કર.’ અને ’જો કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તો તે જાનથી માર્યો જાય.’


પાઉલે જવાબ આપ્યો, “ભાઈઓ, એ પ્રમુખ યજ્ઞકાર છે તે હું જાણતો ન હતો. ધર્મશાસ્ત્ર કહે છે, ‘તમારા લોકના આગેવાનની તમારે નિંદા કરવી નહિ.”


સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


આમ પોતાના લોકને નાશથી બચાવવા અને દુષ્ટોને અને તેમાં પણ ખાસ કરીને પોતાની શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલનાર અને દૈવી સત્તાનો ઇનકાર કરનાર લોકને, ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું ઈશ્વર જાણે છે. આ જૂઠા શિક્ષકો સ્વછંદી અને ઉદ્ધત છે તથા દૂતોને માન આપવાને બદલે તેમનું અપમાન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan