Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:24 - પવિત્ર બાઇબલ C.L.

24 સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને જુઓ, સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરના કરારનો કોશ ઊંચકીને [આવ્યા] ; અને તેઓએ ઈશ્વરનો કોશ નીચે મૂક્યો, ને સર્વ લોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અબ્યાથાર ઉપર ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરનો કરાર કોશ ઊંચકીને ત્યાં આવ્યા. તેઓએ ઈશ્વરના કોશને નીચે મૂક્યો અને પછી અબ્યાથાર તેમની સાથે બલિદાન ચઢાવવા માટે જોડાયો. સર્વ લોકો નગરમાંથી બહાર નીકળી ગયા ત્યાં સુધી તેઓએ રાહ જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 સાદોક તથા તેની સાથેના સર્વ લેવીઓ દેવના પવિત્રકોશને ઉંચકીને જતા હતા. તેઓ થોભ્યા અને તેને નીચે મૂક્યો અને અબ્યાથારે સર્વ લોકો યરૂશાલેમ છોડીને ગયા ત્યાં સુધી પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:24
23 Iomraidhean Croise  

વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા.


સાદોક અને આબ્યાથાર યજ્ઞકારો પણ ત્યાં છે, તને રાજમહેલમાંથી સાંભળવા મળેલું બધું તેમને કહેજે.


શેવા સચિવ હતો.


કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું.


અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો.


પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.


પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.”


રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.


પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.”


આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી.


લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.


પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.


સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.


નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.”


પણ અહિટૂબના પુત્ર અહિમેલેખનો એક પુત્ર અબ્યાથાર નાસી છૂટયો અને જઈને દાવિદ પાસે પહોંચી ગયો.


ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan