Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:20 - પવિત્ર બાઇબલ C.L.

20 અહીં આવ્યાને તને થોડો જ સમય થયો છે. હું ક્યાં જઈ રહ્યો છું તેની મને ખબર નથી. તેથી મારે તને તારી સાથે ક્યાં રખડાવવો? પાછો જા અને મારી સાથે તારા જાતભાઇઓને લઈ જા. પ્રભુ તારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ બનો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી તમે કાલે જ આવ્યા છો, ને હું તો મને ફાવે ત્યાં જાઉં છું, તો શું હું તમને આજે અમારી સાથે અહીંતહીં અથડાવું? તમે પાછા જાવ, ને તમારા ભાઈઓને પાછા લઈ જાવ, દયા તથા સત્યતા તમારી સાથે હોજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વળી તું ગઈકાલે જ આવ્યા છો, તો શા માટે હું તને અમારી સાથે ભટકવા દઉં? વળી મને ખબર પણ નથી કે હું કયાં જાઉં છું. તેથી પાછો જઈને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે આવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમે તો હજી ગઈ કાલે જ આવ્યા છો, તો પછી માંરે તમને માંરી સાથે સ્થળે સ્થળે શા માંટે રખડાવવા જોઈએ? તમાંરા માંણસોને લઇને પાછા જાવ. તમાંરા પ્રત્યે સદવ્યવહાર અને વફાદારી દર્શાવાય.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:20
17 Iomraidhean Croise  

તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો.


તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ.


પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે.


ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે.


તે ઈશ્વરની સંમુખ સર્વદા રાજ્યાસન પર બિરાજો; તમારાં પ્રેમ અને સત્યતા તેમનું રક્ષણ કરો.


હું સદાસર્વદા તમારા નામનાં ગુણગાન ગાઈશ; અને દિનપ્રતિદિન મારી માનતાઓ પૂર્ણ કરીશ.


ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે.


નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.


શું કપટી ષડયંત્રો રચનારા જ ગેરમાર્ગે દોરવાતા નથી? પણ ભલાઈ કરનારને સન્માન અને વિશ્વાસપાત્રતા મળશે.


નિષ્ઠા અને સચ્ચાઈનો કદી ત્યાગ કરીશ નહિ, તું તેમને તારા ગળાનો હાર બનાવ; અને તારા દયપટ પર અંક્તિ કર.


લોકો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્વિમ પ્રભુનો સંદેશો મેળવવા દોડાદોડ કરશે. પણ તેમને તે મળશે નહિ.


ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.


તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી.


Lean sinn:

Sanasan


Sanasan