Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો; અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આબ્‍શાલોમ તેને બોલાવીને પૂછતો, “તું ક્યા નગરનો છે?” ત્યારે તે કહેતો, “તારો દાસ ઇઝરાયલના અમુક કુળમાંનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને નગરના દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો. જયારે કોઈ માણસ વાદવિવાદ કે તેના ન્યાય માટે રાજા પાસે જતો, ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને પૂછતો કે, “તું કયા નગરમાંથી આવ્યો છે?” ત્યારે તે માણસ ઉત્તર આપતો કે, “તારો દાસ ઇઝરાયલના એક કુળમાંનો છે. પછી તે તેનું સાંભળતો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:2
13 Iomraidhean Croise  

પછી હમોર અને તેનો પુત્ર શખેમ શહેરના પ્રવેશદ્વારે આવ્યા અને લોકોની સાથે વાતચીત કરીને કહ્યું,


પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા.


તેમણે ઉત્તર આપ્યો, “તમે આ લોકો પ્રત્યે માયાળુ બનશો, અને તેમને સહાનુભૂતિપૂર્વક જવાબ આપી તેમને પ્રસન્‍ન કરશો તો તેઓ વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”


નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે.


મોશે લોકો માટે જે કામ કરતો હતો તે યિથ્રોએ જોયું ત્યારે તેણે કહ્યું, “લોકોને માટે તું આ કામ કરે છે? તું એકલો જ આ બધું કામ કરે છે અને લોકો તારી સલાહ લેવા સવારથી સાંજ સુધી તારી પાસે આવ્યા કરે છે?”


જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.”


તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા.


કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે.


દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે.


વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી.


“તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.


બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.


Lean sinn:

Sanasan


Sanasan