Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોહમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:12
26 Iomraidhean Croise  

દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


આબ્શાલોમ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ યરુશાલેમમાં પ્રવેશ્યા. અહિથોફેલ પણ તેમની સાથે હતો.


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


તેમણે ઉપવાસનો દિવસ જાહેર કર્યો, લોકોને એકઠા કર્યા અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડયો.


પત્રોમાં આવું કહેલું હતું: “ઉપવાસનો દિવસ ઠરાવો, લોકોને એકઠા કરો અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડો.


અહિથોફેલ રાજાનો સલાહકાર અને હુશાય આર્કી રાજાનો મિત્ર અને સલાહકાર હતો.


તેથી હે પ્રભુ, મારા પર કૃપા કરો અને મને માંદગીમાંથી ઉઠાડો; જેથી હું તેઓ પર વેર વાળી શકું.


અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે.


શેબા દેશથી આયાત કરેલા લોબાનની કે દૂર દેશના ધૂપની મારે શી જરૂર છે? અરે, તેમનાં દહનબલિ મને સ્વીકાર્ય નથી અને તેમનાં બલિદાનો મને પસંદ નથી.”


બલામે બાલાકને કહ્યું, “મારે માટે તું અહીં સાત યજ્ઞવેદી બાંધ અને મને સાત આખલા અને સાત બકરા લાવી આપ.”


તે તેને પિસ્ગાહ શિખર પર આવેલા સોફીમના મેદાનમાં લઈ ગયો ત્યાં તેણે સાત યજ્ઞવેદી બાંધી અને દરેક પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો.


બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.”


“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.


તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.


ગોશેન, હોલોન, ગીલોહ; એ અગિયાર નગરો તેમનાં ગામો સહિત.


Lean sinn:

Sanasan


Sanasan