Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું, “તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહેવું કે, હેબ્રોનમાં આબ્શાલોમ રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પણ તેણે ઇસ્રાએલના બધા કુળસમૂહોમાં જાસૂસો મોકલીને સંદેશો કહેવડાવ્યો કે, “રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત જ તમે પોકાર કરજો કે, ‘આબ્શાલોમ હેબ્રોનમાં રાજા બન્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:10
16 Iomraidhean Croise  

આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


તેથી આબ્શાલોમે તેના નોકરોને કહ્યું, “યોઆબનું ખેતર મારા ખેતરની નજીક જ છે અને એમાં જવનો પાક થયો છે. જાઓ, તેમાં આગ ચાંપો.” તેથી તેમણે જઈને ખેતરમાં આગ લગાડી.


રાજાએ કહ્યું, “શાંતિથી જા.” તેથી આબ્શાલોમ હેબ્રોન ગયો.


આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?”


એ પછી દાવિદે પ્રભુને પૂછયું, “હું જઈને યહૂદિયાના કોઈ નગરને જીતવા જઉં?” પ્રભુએ જવાબ આપ્યો, “જા.” દાવિદે પૂછયું, “કયા નગરમાં?” પ્રભુએ કહ્યું, “હેબ્રોનમાં.”


તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું.


તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.


પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!


ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


તરત જ યેહૂના સાથી અધિકારીઓએ યેહૂને ઊભા રહેવાના પગથિયા ઉપર પોતાના ઝભ્ભા બિછાવી દઈ રણશિંગડું વગાડી પોકાર કર્યો, “યેહૂ રાજા છે!”


એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો.


પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.


આ બધા શૂરવીર લડવૈયા દાવિદને સમસ્ત ઇઝરાયલ પર રાજા બનાવવાનો દૃઢ નિશ્ર્વય કરી હેબ્રોન આવ્યા હતા. બધા ઇઝરાયલીઓ પણ દાવિદને રાજા બનાવવાની બાબતમાં એકમત હતા.


Lean sinn:

Sanasan


Sanasan