Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તેના વાળ ઘણા ભરાવદાર હતા. તે ઘણા વધી જતા અને તેનો ભાર લાગતા તેણે વર્ષમાં એકવાર વાળ કપાવવા પડતા હતા. રાજવી તોલમાપ પ્રમાણે તેનું વજન બે કિલોગ્રામથી વધારે થતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જ્યારે તે માથું મૂંડાવતો, (દર વર્ષને અંતે તે મૂંડાવતો; પોતા પર [વાળનો] ભાર થતો, માટે તે મૂંડાવતો હતો;) ત્યારે તે પોતાના માથાના વાળ તોળતો, ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તેના વાળ બોજારૂપ બની જતા હતા ત્યારે તે દર વરસે વાળ ઉતરાવતો અને ત્યારે તે વાળનું વજન શાહી કાટલાં મુજબ આશરે પાંચ રતલ થતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:26
7 Iomraidhean Croise  

એટલે, અબ્રાહામે એફ્રોનની વાત સાંભળીને હિત્તીઓના સાંભળતાં એફ્રોને કહેલી રકમ એટલે 4.5 કિલો ચાંદી વેપારીઓના ચલણમાં હોય એવા તોલમાપ પ્રમાણે તોલીને એફ્રોનને આપી.


પછી દાવિદના માણસોને અચાનક આબ્શાલોમનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ ખચ્ચર પર બેઠો હતો. ખચ્ચર એક મોટા મસ્તગી વૃક્ષ તળેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આબ્શાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું. ખચ્ચર આગળ ચાલ્યું ગયું અને આબ્શાલોમ આકાશ અને પૃથ્વી વચ્ચે અધર લટકી રહ્યો.


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!


“યજ્ઞકારોએ પોતાનાં માથાં મુંડાવવા નહિ, તેમજ લાંબા વાળ રાખવા નહિ. તેમણે પોતાના વાળ કપાવતા રહેવું.


“તમારે સાચાં ત્રાજવાં, સાચાં વજન અને સાચાં માપ વાપરવાં. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મેં તમને ઈજિપ્તમાંથી મુક્ત કર્યા છે.


કુદરત પોતે પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે.


Lean sinn:

Sanasan


Sanasan