Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:25 - પવિત્ર બાઇબલ C.L.

25 આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:25
11 Iomraidhean Croise  

શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. તેણે યોબના આખા શરીરમાં પગના તળિયેથી માથાના તાલકા સુધી પીડાદાયક ગૂમડાંનું દર્દ ઉપજાવ્યું.


લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે.


પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી.


તેમની કમરે કમરબંધ હતાં અને તેમણે માથે રંગિત સાફા બાંધેલા હતા. તેઓ ખાલદી દેશના રાજવંશી બેબિલોની પુરુષો જેવા દેખાતા હતા.


તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે તો ધોળેલી કબર જેવા છો. જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદર તો મરેલા માણસનાં હાડકાં અને દુર્ગંધ છે.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


પ્રભુ તમારાં ધૂંટણ અને પગ પીડાકારક અને અસાય ધારાથી છાઈ દેશે અને પગના તળિયાથી માથાના તાલકા સુધી તમે ગૂમડાંથી ઢંકાઈ જશો.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે સુંદર યુવાન હતો. ઇઝરાયલમાં બીજા બધા કરતાં તે વેંતભર ઊંચો અને સુંદર હતો.


Lean sinn:

Sanasan


Sanasan