Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:22 - પવિત્ર બાઇબલ C.L.

22 યોઆબે દાવિદ સમક્ષ ભૂમિ સુધી નમન કરતા કહ્યું, “હે રાજા, મારા માલિક, ઈશ્વર તમને આશિષ આપો. તમે મારી માગણી માન્ય રાખી છે તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્‍ન થયા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યોઆબે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ને રાજાને ધન્યવાદ આપ્યો. અને યોઆબે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આજે મને ખાતરી થઈ છે કે હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી મંજૂર રાખી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, “હે મારા માલિક રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:22
13 Iomraidhean Croise  

પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી.


છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો.


તે પછીથી રાજાએ યોઆબને કહ્યું, “તારી ઇચ્છા મુજબ કરવાનો મેં નિર્ણય કર્યો છે; જા; જઈને યુવાન આબ્શાલોમને અહીં પાછો લઈ આવ.”


પછી તે ગેશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લઈ આવ્યો.


તકોઆ નગરની સ્ત્રી રાજા પાસે ગઈ અને ભૂમિ સુધી શિર નમાવીને નમન કરીને બોલી, “મહારાજા, મને બચાવો.”


પછી દાવિદ અને તેના માણસો યર્દન નદી પાર ઊતર્યા. તેણે બાર્ઝિલાયને ચુંબન કરીને આશિષ આપી અને બાર્ઝિલાય ઘેર પાછો ગયો.


જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી.


મારા વિષે સાંભળનારા મને ધન્યવાદ આપતા, અને મને જોનારા મારું સન્માન કરતા.


અને જો મારાં ઘેટાંના ઊનથી ગરમાવો મળવાને લીધે તેણે પૂરા દિલથી મને આશિષ ન દીધી હોય,


તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.”


Lean sinn:

Sanasan


Sanasan