Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:14 - પવિત્ર બાઇબલ C.L.

14 આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:14
31 Iomraidhean Croise  

દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.”


હવે હે રાજા, મારા માલિક, આ તો લોકો મને ધમકી આપે છે એટલે તમે મારું સાંભળશો એવી આશાએ હું તમને આ વાત કહેવા આવી છું.


શલોમોનના પાપને લીધે હું દાવિદના વંશજોને સજા કરીશ, પણ એ સજા કાયમની નહિ હોય.”


મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ.


મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો.


તો સમગ્ર સજીવો એક સાથે નષ્ટ થઈ જાય, અને માનવજાત ધૂળ ભેગી થઈ જાય!


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


મારું ગળું ઠીકરાની જેમ સાવ સુકાઈ ગયું છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે; તમે જ મને કબરની ધૂળ ભેગો થવા દીધો છે:


તેઓ વેગે વહી જતા પાણીની જેમ વિલીન થાઓ; તેઓ બાણ તાકે ત્યારે તે બૂઠાં થઈ જાઓ.


શું તેમના પ્રેમનો અંત આવ્યો છે? શું તેમનું વચન સદાને માટે રદબાતલ થશે?


યરુશાલેમમાં અને તેની ચારે તરફ શત્રુઓએ તમારા લોકના રક્તને પાણીની જેમ વહેવડાવ્યું છે, અને તેમનાં શબ દફનાવનાર પણ કોઈ નથી.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


તમે આજ્ઞા કરો છો: “હે માનવપુત્રો, જ્યાં હતા ત્યાં પાછા ફરો,” અને પછી માનવીને પાછો ધૂળમાં મેળવી દો છો.


પરંતુ મારી નાખવાનો ઈરાદો ન હોય પણ આકસ્મિક રીતે કોઈ બીજાને મારી નાખે તો ખૂન કરનાર વ્યક્તિ માટે હું જે સ્થાન પસંદ કરું ત્યાં તે નાસી જાય. ત્યાં તે સલામત રહેશે.


જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.


પ્રભુ દયાળુ છે. તે આપણને કાયમને માટે નકારી કાઢશે નહિ.


પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય.


“પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે


આ છ નગરો ઇઝરાયલીઓ માટે અને તમારી મધ્યે કાયમ માટે વસતા પરદેશી કે પરદેશી ‘પ્રવાસીની સલામતી માટેનાં આશ્રયનગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો તે તેમાં આશ્રય લઈ શકશે.


સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.


કારણ, ખૂન કરનારે પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી આશ્રયનગરની હદની અંદર જ રહેવું જોઈએ. પ્રમુખ યજ્ઞકારના અવસાન પછી જ તે પોતાના વતનમાં પાછો જઈ શકે છે.


ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે.


ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી.


તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


Lean sinn:

Sanasan


Sanasan