Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 14:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે તેણે કહ્યું, “રાજા કૃપા કરીને પોતાના ઈશ્વર યહોવાનું સ્મરણ કરે, કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહિ તો તેઓ મારા દીકરાનો નાશ કરશે.” રાજાએ કહ્યું, “જીવતા યહોવાના સમ, તારા દિકરાનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.” રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 14:11
18 Iomraidhean Croise  

પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે,


લાબાને કહ્યું, “જો તું મારી પુત્રીઓ પ્રત્યે ખરાબ વર્તન રાખીશ અથવા તું બીજી પત્નીઓ કરીશ તો મને કંઈ તેની ખબર પડવાની નથી, પણ યાદ રાખજે ઈશ્વર આપણા પર નજર રાખે છે.


રાજાએ જવાબ આપ્યો, “તને કોઈ ધાકધમકી આપે તો તેને મારી પાસે લાવજે અને એ તને ફરીથી પરેશાન કરશે નહિ.”


ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને મને એક વિશેષ વાત કહેવા દો.” તેણે જવાબ આપ્યો, “ભલે કહે.”


તે પછીથી રાજાએ યોઆબને કહ્યું, “તારી ઇચ્છા મુજબ કરવાનો મેં નિર્ણય કર્યો છે; જા; જઈને યુવાન આબ્શાલોમને અહીં પાછો લઈ આવ.”


શલોમોને જવાબ આપ્યો, “જો તે વફાદાર માલૂમ પડશે, તો તેનો એક વાળ પણ વાંકો થશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે તો તે માર્યો જશે.”


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


અને તેને મરનારના ખૂનનું વેર લેવા ઈચ્છનાર સૌથી નિકટનો સગો શોધી કાઢે અને જો તે સગો ખૂનીને મારી નાખે તો તેનાથી ખૂનનો દોષ થયો ન ગણાય.


તમારા માથાના બધા વાળની ગણતરી કરવામાં આવેલી છે.


તો હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.”


પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.


પછી યોનાથાને દાવિદને કહ્યું, “શાંતિએ જા. આપણે બન્‍નેએ મારી અને તારી વચ્ચે તથા મારા વંશજો અને તારા વંશજો વચ્ચે યાહવેને સદાના સાક્ષી રાખીને તેમને નામે સમ ખાધા છે. તો આપણે એ સોગંદ પાળીએ.” પછી દાવિદ ગયો અને યોનાથાન નગરમાં પાછો આવ્યો.


પછી શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા અને તેને કહ્યું, “પ્રભુના જીવના સમ, હું વચન આપું છું કે એ કાર્યને લીધે તને કંઇ શિક્ષા નહિ થાય.”


Lean sinn:

Sanasan


Sanasan