Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, તે કુંવારી હતી. પણ દાવિદના ભાઈ શામ્માનો પુત્ર યોનાદાબ આમ્નોનનો મિત્ર હતો. તે યુક્તિબાજ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ દાઉદના ભાઈ શિમયાનો યોનાદાબ નામે દિકરો આમ્નોનનો મિત્ર હતો; અને આ યોનાદાબ ઘણો પાક્કો માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:3
21 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?”


એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો.


પછી યહૂદાએ એ સ્ત્રી પાસે જામીનગીરી તરીકે મૂકેલી વસ્તુઓ પાછી મેળવવા માટે અદુલ્લામના વતની તેના મિત્ર સાથે લવારું મોકલ્યું, પણ તેને તે સ્ત્રી મળી નહિ.


તે તેના પરના પ્રેમના વિરહમાં બીમાર પડી ગયો. તેને મેળવવી એ તેને અશક્ય લાગતું હતું.


પણ દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાદાબે કહ્યું, “નામદાર, તેમણે તમારા બધા જ પુત્રોને મારી નાખ્યા નથી. માત્ર આમ્નોન મરણ પામ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી જ તેણે આમ કરવાનો નિર્ધાર કર્યો હતો.


યોનાદાબે આમ્નોનને પૂછયું, “રાજકુંવર, તું રોજ રોજ સુક્તો કેમ જાય છે? મને કહે તો ખરો.” તેણે જવાબ આપ્યો, “હું મારા સાવકા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડયો છું.”


તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે.


તે ઇઝરાયલીઓનો તુચ્છકાર કરતો હતો. દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.


યિશાઈને સાત પુત્રો હતા. ઉંમરના ક્રમે તેઓ આ પ્રમાણે છે: એલિયાબ, અબિનાદાબ, શિમયા


દાવિદ રાજાનો ક્કો યોનાથાન સમજુ સલાહકાર અને વિદ્વાન હતો. તે તથા હાખમોનીનો પુત્ર યહિયેલ રાજાના પુત્રોની તાલીમ માટે હતા.


છતાં તે ગમ ખાઈ ગયો અને પોતાને ઘેર ગયો. તેણે પોતાના મિત્રો અને પત્ની ઝેરેશને બોલાવ્યાં.


આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.


તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”


ઘણા લોકો મહાનુભાવોની મહેરબાની ઝંખે છે, અને સૌ કોઈ બક્ષિસ આપનારનો મિત્ર થવા માગે છે.


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.”


આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે.


વળી, તેની પત્નીને પણ તેના અણવર સાથે પરણાવી દેવાઈ.


અને પછી શમુએલે તેને પૂછયું, “શું તારે હજી બીજા પુત્રો છે?” યિશાઈએ જવાબ આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે. પણ તે ઘેટાં ચરાવવા બહાર ગયો છે.” શમુએલે યિશાઈને કહ્યું, “તેને અહીં બોલાવડાવ; તે આવે ત્યાં સુધી આપણે અર્પણ ચઢાવવાનું નથી.”


પછી યિશાઈ શામ્માને લાવ્યો. શમુએલે કહ્યું, “ઈશ્વરે તેને પણ પસંદ કર્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan