Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “રાજાજી, હું હમણાં મારા ઘેટાં કતરાવી રહ્યો છું. તો તમે તમારા સર્વ અમલદારો સાથે આવો એવી મારી વિનંતી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:24
8 Iomraidhean Croise  

કેટલાક સમય પછી યહૂદાની પત્ની એટલે શૂઆની દીકરી મૃત્યુ પામી. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા અદુલ્લામના પોતાના મિત્ર હીરા સાથે પોતાનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્ના ગયો.


બે વર્ષ પછી આબ્શાલોમ એફ્રાઈમ- નગર નજીક બઆલ હાસોરમાં ઊન કાતરનારાઓને બોલાવીને પોતાનો ઘેટાંનું ઊન ઉતારતો હતો. અને તેણે રાજાના બધા પુત્રોને ત્યાં આમંત્રણ આપ્યું.


રાજાએ જવાબ આપ્યો, “ના દીકરા. અમે બધા આવીએ તો તારે માટે વધારે બોજારૂપ થઈશું. આબ્શોલેમે ખૂબ આગ્રહ કર્યો, તો પણ રાજા ગયો નહિ. પણ તેણે આબ્શાલોમને આશિષ આપી.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાં પરથી ઊન ઉતારો છો. તમારા ઘેટાંપાળકો અમારી સાથે છે અને અમે તેમને કંઇ નુક્સાન કર્યું નથી. તમારા ઘેટાંપાળકો ર્કામેલમાં હતા તે દરમ્યાન તેમનું કંઈ ચોરાયું નથી.


Lean sinn:

Sanasan


Sanasan