Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:23 - પવિત્ર બાઇબલ C.L.

23 બે વર્ષ પછી આબ્શાલોમ એફ્રાઈમ- નગર નજીક બઆલ હાસોરમાં ઊન કાતરનારાઓને બોલાવીને પોતાનો ઘેટાંનું ઊન ઉતારતો હતો. અને તેણે રાજાના બધા પુત્રોને ત્યાં આમંત્રણ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પૂરાં બે વર્ષ પછી એમ થયું કે એફ્રાઈમ પાસેના બાલ-હાસોરમાં આબ્શાલોમે ઘેટાં કાતરનારાઓને બોલાવેલા હતા. ત્યારે આબ્શાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:23
13 Iomraidhean Croise  

લાબાન પોતાનાં ઘેટાંનું ઊન ઉતારવા ગયો હતો. રાહેલે તેના પિતાની ગેરહાજરીમાં તેના કુટુંબની દેવમૂર્તિઓ ચોરી લીધી.


તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?”


તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.


તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.


એક દિવસે અદોનિયાએ એન-રોગેલના ઝરણા નજીક ઘેટાં, બળદો અને માતેલા વાછરડાનું અર્પણ કર્યું. તેણે દાવિદ રાજાના અન્ય પુત્રો અને યહૂદિયામાં વસતા રાજાના સર્વ અમલદારોને એ યજ્ઞની મિજબાનીમાં નિમંત્રણ આપ્યું હતું.


મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.


તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું.


હાસોર, રામા અને ગિતાઈમમાં;


કાલેબના ગોત્રનો નાબાલ નામે એક માણસ હતો. તે માઓન નગરનો હતો. તે બહુ ધનવાન હતો અને તેનું બધું પશુધન ર્કામેલમાં હતું. તેની પાસે ત્રણ હજાર ઘેટાં અને એક હજાર બકરાં હતાં. તે ર્કામેલમાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સુંદર અને હોશિયાર હતી. પણ તેનો પતિ ઉદ્ધત અને દુરાચારી હતો. નાબાલ ર્કામેલમાં પોતાનાં ઘેટાંનું ઊન ઉતારતો હતો.


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


દાવિદ વેરાનપ્રદેશમાં હતો અને ત્યાં તેણે તે વિષે જાણ્યું.


મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાં પરથી ઊન ઉતારો છો. તમારા ઘેટાંપાળકો અમારી સાથે છે અને અમે તેમને કંઇ નુક્સાન કર્યું નથી. તમારા ઘેટાંપાળકો ર્કામેલમાં હતા તે દરમ્યાન તેમનું કંઈ ચોરાયું નથી.


Lean sinn:

Sanasan


Sanasan