Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:9
23 Iomraidhean Croise  

દાવિદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. તેઓ તેને દાવિદ પાસે લાવ્યા અને તેણે તેની સાથે સમાગમ કર્યો. (માસિક આવ્યા પછીની શુદ્ધિકરણની વિધિ તેણે ત્યારે જ પૂરી કરી હતી.) પછી તે ઘેર ગઈ.


તેં પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હમેશાં અંદરોઅંદર ખૂનરેજી ચાલ્યા કરશે.”


શિમઈ શાપ દેતાં કહેવા લાગ્યો, “હે ખૂની અને નકામા માણસ, જા, અહીંથી જતો રહે.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”


તેણે બેનહિન્‍નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો.


હે ઈશ્વર, મારા ઉદ્ધારક, ખૂનના દોષમાંથી મને મુક્ત કરો; એટલે, મારી જીભ તમે કરેલા છુટકારા વિષે મોટેથી ગાશે.


તમે માત્ર બલિદાનોથી પ્રસન્‍ન થતા નથી, નહિ તો હું તે ચડાવત; અરે, તમે દહનબલિથી પણ રીઝતા નથી.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


કારણ, તમે અમારા અન્યાય જોઈ શકો છો. બલ્કે, અમારાં ગુપ્ત પાપો પણ તમારી વેધક દષ્ટિથી છુપાં નથી.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે.


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


પણ તે પ્રજા મને આધીન ન થતાં મને નારાજ કરે તો તેમનું ભલું કરવાનો તે વિચાર હું માંડી વાળીશ.


પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે.


તો પછી તું તેમને કેમ આધીન થયો નથી? લૂંટ પર તૂટી પડીને તેં પ્રભુને ન ગમતું કેમ કર્યું છે?”


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan