Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 નાથાને દાવિદને કહ્યું, “તું જ એ માણસ છે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘મેં તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા બનાવ્યો અને શાઉલથી તારો બચાવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને નાથાને દાઉદને કહ્યું, “તમે જ તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી નાથાને દાઉદને કહ્યું કે, “તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે નાથાને દાઉદને કહ્યું, “એ માંણસ તું જ છે. ઇસ્રાએલના દેવ યહોવાએ તને કહેવડાવ્યું છે કે, ‘મેં તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, તારા ધણી શાઉલના હાથમાંથી તને બચાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:7
22 Iomraidhean Croise  

તેણે તેમને કહ્યું, “તો પછી આપ, ઈશ્વરના લોકનું અહિત કેમ કરો છો? કારણ, પરદેશમાં ભાગી ગયેલા તમારા પુત્રને તમે પાછો બોલાવતા નથી. આમ, તમારા શબ્દો જ તમને દોષિત ઠરાવે છે.


પ્રભુએ દાવિદને શાઉલ તથા તેના અન્ય શત્રુઓથી બચાવ્યો ત્યારે દાવિદે પ્રભુ સમક્ષ આ ગીત ગાયું:


તે મને મારા શત્રુઓથી બચાવે છે, મારા વિદ્રોહીઓ પર મને વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે.


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તેને આમ કહે છે: ‘મેં તને લોકોમાંથી પસંદ કરી મારા ઇઝરાયલી લોકનો શાસક બનાવ્યો.


એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો.


પણ હું બીજા કામમાં રોક્યેલો હતો, અને પેલો માણસ નાસી છૂટયો.” રાજાએ જવાબ આપ્યો, “તેં પોતે જ તારી સજા જાહેર કરી છે અને તારે દંડ ચૂકવવો પડશે.”


પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”


હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.


તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો.


“હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.


ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં.


શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત.


શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


હું તેને ભીંત સાથે જડી દઈશ, એવું વિચારીને શાઉલે દાવિદ પર ભાલો ફેંકયો. એવું બે વાર બન્યું, પણ બન્‍ને વખતે દાવિદ ઘા ચુકાવી બચી ગયો.


તેણે મનમાં કહ્યું, “હું મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવીશ, તે તેને ફસાવશે અને તે પલિસ્તીઓને હાથે માર્યો જશે.” તેથી શાઉલે બીજીવાર દાવિદને કહ્યું, “તું મારો જમાઈ થશે.”


દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ.


દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan