31 તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.
31 અને તેમાંના લોકોને બહાર લાવીને તેણેતેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વડે મજૂરી કરાવી, ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમ્મોનપુત્રોનાં બધાં નગરોને પણ તેણે એજ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરુશાલેમમાં પાછા આવ્યા.
31 દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
31 વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.
પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
આમ્મોની દેવ માલ્કોમની મૂર્તિ પર ચોત્રીસ કિલો વજનનો સુવર્ણમુગટ હતો. તેમાં એક રત્ન પણ હતું. દાવિદે એ રત્ન લઈને પોતાના મુગટમાં જડાવ્યું. યોઆબે શહેરમાંથી મોટી લૂંટ પણ મેળવી.
નગરજનોને બહાર લાવીને તેણે તેમની પાસે લોખંડની કરવતો, પંજેટીઓ અને કુહાડીઓ વડે કામ કરાવ્યું. આમ્મોનનાં બીજાં બધાં નગરોના લોકો પાસે પણ તેણે એવું જ કામ કરાવ્યું. પછી તે તથા તેના માણસો યરુશાલેમ પાછા આવ્યા.
પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.