Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:20 - પવિત્ર બાઇબલ C.L.

20 દાવિદે જમીન પરથી ઊઠીને સ્નાન કર્યું, શરીરે અત્તર ચોળ્યું અને પોતાનાં વસ્ત્ર બદલ્યાં. પછી તેણે પ્રભુના ઘરમાં જઇને ભક્તિ કરી. તેણે મહેલમાં પાછા ફરીને ભોજન માગ્યું અને તેમણે પીરસ્યું એટલે તરત તે જમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે દાઉદ જમીન પરથી ઊઠ્યો, ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાનાં વસ્‍ત્ર બદલ્યાં; અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્‍ન પીરસ્‍યું, ને તેણે ખાધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:20
20 Iomraidhean Croise  

દાવિદ તેમને એકબીજા સાથે ગુસપુસ કરતા જોઇને સમજી ગયો કે બાળક મૃત્યુ પામ્યું છે. તેથી તેણે તેમને પૂછયું, “બાળક મરી ગયું?” તેમણે જવાબ આપ્યો, “હા, મરી ગયું.”


તેના અધિકારીઓએ તેને કહ્યું, “આ તો અમારી સમજમાં આવતું નથી. બાળક જીવતું હતું ત્યારે તમે તેને માટે રડતા હતા અને ખાતા નહોતા. પણ તેના મૃત્યુ પછી તરત જ ઊઠીને જમ્યા?”


તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે.


પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં.


લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં.


પછી દાવિદ પ્રભુની સમક્ષ મંડપમાં ગયો અને ત્યાં બેસીને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મારી અને મારા કુટુંબની શી વિસાત કે તમે મને આવા ઉચ્ચપદે બેસાડયો છે?


આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,


યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ.


હે મારા જીવ, યાહવેનું સ્તવન કર, મારા અખિલ અંતર, તેમના પવિત્ર નામને ધન્ય કહે.


પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્‍નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ.


તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.


હંમેશા સુખી અને આનંદી રહે.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ધોઈ નાખો, અને તેલ ચોળી તમારા વાળ હોળવો.


તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે,


માટે નાહીધોઈને તથા અત્તર લગાવીને તેમ જ સારામાં સારાં વસ્ત્ર પહેરીને તું અનાજના ખળાએ જા. પરંતુ તે ખાઈપી રહે ત્યાં સુધી તેને તારી ખબર પડવા દઈશ નહિ.


પણ હવે હું આજીજી કરું છું કે મારા પાપની ક્ષમા આપો અને મારી સાથે પાછા ચાલો કે જેથી હું પ્રભુની ભક્તિ કરી શકું.”


તેથી શમુએલ તેની સાથે ગયો અને શાઉલે પ્રભુની ભક્તિ કરી.


Lean sinn:

Sanasan


Sanasan