Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેથી દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ કાલાવાલા કર્યા; અને દાઉદે ઉપવાસ કર્યો, ને અંદર જઈને આખી રાત જમીન પર તે પડી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દાઉદ તે બાળકને યહોવાની પાસેથી જીવતદાન અપાવવા ખૂબ આજીજી કરી, અને ઉપવાસ કરીને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:16
17 Iomraidhean Croise  

પછી નાથાન ઘેર ગયો. ઉરિયાની પત્નીને દાવિદથી થયેલા બાળકને પ્રભુએ સખત બીમાર પાડયું.


દાવિદે જવાબ આપ્યો, “હા, તે જીવતું હતું ત્યારે હું ઉપવાસ અને શોક કરતો હતો. મેં માન્યું કે કદાચ પ્રભુ મારા પર કૃપાવંત થઈને બાળકને જીવતું રાખશે.


ત્યારે રાજાએ ઊભા થઈને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તે જમીન પર ઊંધો પડયો. તેની સાથેના નોકરોએ પણ પોતાનાં વસ્ત્ર ફાડયાં.


એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો.


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


જ્યારે ઉપવાસ સહિત રુદનમાં મેં મારો પ્રાણ રેડી દીધો, ત્યારે એ પણ મારી નિંદાનું નિમિત્ત બન્યું.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


પછી રાજા મહેલમાં પાછો ફર્યો. તેણે ન તો કંઈ ભોજન લીધું કે ન કોઈ મનોરંજનમાં ભાગ લીધો, પણ આખી રાત ઊંઘ વિના વિતાવી.


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


Lean sinn:

Sanasan


Sanasan