Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઈશ્વર કહે છે કે, ‘જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:11
13 Iomraidhean Croise  

પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.”


તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”


રાજા પાસે ન્યાય મેળવવા માટે આવતા સર્વ ઇઝરાયલીઓ પ્રત્યે આબ્શાલોમ આવું જ વર્તન દાખવતો અને એમ તેણે તેમની નિષ્ઠા સંપાદન કરી.


અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો.


તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને બીજાઓ તેને ભોગવે.


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ.


“તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan