Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો; ત્યારે તેણે ધાબા પરથી એક સ્‍ત્રીને સ્નાન કરતી જોઈ. તે સ્‍ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:2
28 Iomraidhean Croise  

ઇજિપ્તની સરહદ વટાવતાં તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “મને ખબર છે કે તું ઘણી સુંદર સ્ત્રી છે.


સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું.


તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો.


પોટીફારે પોતાની પાસે જે કંઈ હતું તે બધું યોસેફની દેખરેખ હેઠળ રાખ્યું; પોતે જે ખોરાક ખાતો એ સિવાય તે બીજા કશા કામની ફિકર કરતો નહિ. યોસેફ સુડોળ અને દેખાવડો હતો.


ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં.


દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.


આબ્શાલોમને ત્રણ પુત્રો અને તામાર નામે ખૂબ સુંદર પુત્રી હતી.


રેખાબ અને બાના ઇશબોશેથને ઘેર જવા ઉપડયા અને મયાહ્ને તે આરામ કરતો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા.


એકવાર ઘરમાં પ્રવેશ્યા પછી તેઓ ઇશબોશેથ જ્યાં પોતાના શયનખંડમાં ભરઊંઘમાં હતો ત્યાં ગયા અને તેને મારી નાખ્યો. તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તે લઈને આખી રાત યર્દન નદીની ખીણમાં ચાલ્યા.


મેં મારાં ચક્ષુ સાથે એક ગંભીર પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ કુમારિક્ તરફ વાસનાભરી નજરે જોઈશ નહિ.


મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો


આળસુ પર છત તૂટી પડે છે, અને એદીને ભૂખમરો વેઠવો પડે છે.


લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે.


તેમની ખૂબસૂરતીથી તું લલચાઈ જઈશ નહિ, અને તેમની આંખોના ઇશારાથી તું ફસાઈ નહિ.


શેરીના ખૂણામાં રહેતી એવી એક સ્ત્રીના ઘરના વળાંક પાસેથી તે પસાર થતો હતો.


યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.”


હું તમને અંધકારમાં જે જણાવું છું તે તમે દિવસના પૂર્ણ પ્રકાશમાં જાહેર કરો; અને તમે ખાનગીમાં જે સાંભળો છો તે ઘરના ધાબા પરથી પોકારો.


ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું.


પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજરે જુએ છે તો તે તેની સાથે મનમાં વ્યભિચાર કરે છે.


બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં જોપ્પા નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર લગભગ બપોરે ઘરના ધાબા પર પ્રાર્થના કરવા માટે ગયો હતો.


“જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.


‘તમે બીજા માણસની પત્નીની લાલસા ન રાખો. તમે તેના ઘરનો, તેના ખેતરનો, તેનાં દાસદાસીનો, તેના બળદ કે ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે.


તેઓ ભક્તિસ્થાનેથી નગરમાં આવ્યા ત્યારે તેમણે શાઉલને માટે ધાબા પર પથારી કરી અને તે ત્યાં સૂઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan