૨ શમુએલ 11:16 - પવિત્ર બાઇબલ C.L.16 તેથી યોઆબ નગરની આસપાસ ઘેરો ગોઠવતો હતો ત્યારે શત્રુનું જ્યાં વધારે જોર હતું એ જગ્યાએ તેણે ઉરિયાને મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો કરતો હતો, ત્યારે જે જગા વિષે તે જાણતો હતો કે ત્યાં શૂરવીર માણસો છે તે જગાએ તેણે ઉરિયાને રાખ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં. Faic an caibideil |
“વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.