Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 10:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આમ્‍મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા છીએ, ત્યારે આમ્નોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રાહોબના અરામીઓ તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, એક હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર આપીને રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 10:6
24 Iomraidhean Croise  

ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”


તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે.


દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો.


અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.”


પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.


જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.


અને બંડખોરોની ટોળીનો આગેવાન બની બેઠો હતો. (દાવિદે હદાદેઝેરનો પરાભવ કર્યો ને તેના મિત્ર રાજ્ય અરામીઓનો સંહાર કર્યો તે પછી એ બન્યું હતું.) રઝોન અને તેના માણસો દમાસ્ક્સમાં જઈ વસ્યા, જ્યાં તેના માણસોએ તેને અરામનો રાજા બનાવ્યો.


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


રાજાઓ સૈન્યો સાથે એકત્ર થયા, તેઓ એક્સાથે સિયોન પર્વત પર આક્રમણ કરવા ચઢી આવ્યા.


ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).


યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને તોબ પ્રદેશમાં રહ્યો. ત્યાં તેણે કેટલાક તોફાની માણસોને એકઠા કર્યા અને તેઓ બધા તેની સાથે જ ફરતા.


એને લીધે ગિલ્યાદના આગેવાનો યફતાને તોબના પ્રદેશમાંથી લઈ આવવા તેની પાસે ગયા.


તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો.


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan