Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઇઝરાયલીઓએ અરામીઓને હરાવ્યા. દાવિદે અને તેના માણસોએ સાતસો સારથિઓને અને 40,000 ઘોડેસ્વારોને મારી નાખ્યા. તેમણે શત્રુઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે રણક્ષેત્ર પર જ મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા; દાઉદે અરામીઓના સાતસો રથો [માંના માણસો] ને, તથા ચાળીસ હજાર સવારોને મારી નાખ્યા, તથા તેઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા. દાઉદે અરામીઓના સાતસો રથસવારોને તથા ચાળીસ હજાર ઘોડેસવારોને મારી નાખ્યા. તેઓના સૈન્યનો સેનાપતિ શોબાખ ઘવાયો અને ત્યાં જ મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પરંતુ ઇસ્રાએલીઓએ તેમને ભગાડી મૂકયા. દાઉદે 700 રથ હાંકનારને અને 40,000 ઘોડેસ્વાર સૈનિકોનો સંહાર કર્યો, અને તેમના સેનાપતિ શોબાખને ગંભીરપણે ઘાયલ કર્યો અને તે રણભૂમિમાં જ અવસાન પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 10:18
10 Iomraidhean Croise  

એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું.


દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.


અને બંડખોરોની ટોળીનો આગેવાન બની બેઠો હતો. (દાવિદે હદાદેઝેરનો પરાભવ કર્યો ને તેના મિત્ર રાજ્ય અરામીઓનો સંહાર કર્યો તે પછી એ બન્યું હતું.) રઝોન અને તેના માણસો દમાસ્ક્સમાં જઈ વસ્યા, જ્યાં તેના માણસોએ તેને અરામનો રાજા બનાવ્યો.


અને ઇઝરાયલીઓએ અરામી સૈન્યને પાછું હઠાવ્યું. દાવિદ અને તેના માણસોએ સાત હજાર અરામી રથસવારોને અને ચાલીસ હજાર પાયદળના સૈનિકોને મારી નાખ્યા. તેમણે અરામી સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો.


મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે.


તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.


જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો.


તેણે એક હાથમાં તંબુની મેખ લીધી, તો બીજા હાથમાં કારીગરનો હથોડો લીધો; તેણે સીસરા પર ઘા કર્યો અને તેની ખોપરી કચડી નાખી; તેણે તેના માથાને આરપાર વીંધી નાખ્યું.


Lean sinn:

Sanasan


Sanasan